દેશ માં રાજકીય દ્રષ્ટિએ આજે મહત્વ નો દિવસ છે દેશ ના પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરીના ચૂંટણી પરિણામો ધીરે ધીરે સામે આવી રહ્યા છે જેમાં ભાજપ અને તૃણમુલ વચ્ચે કાંટા ની ટક્કર જણાય રહી છે, પ્રારંભિક વલણો માં તૃણમૂલ 171 સીટો પર આગળ છે. જ્યારે ભાજપા પણ 115 ઉપર આગળ છે અને કોંગ્રેસ માત્ર 6 સીટો પર આગળ છે. નંદીગ્રામ સીટ પર મમતા બેનરજી ભાજપાના શુભેન્દુ અધિકારીથી 7000થી વધુ વોટથી પાછળ ચાલી રહ્યા છે. જ્યાં મમતા ની રાજકીય કારકિર્દી ની કસોટી થશે.
બીજીતરફ, કેરળમાં સત્તાધારી લેફ્ટને બહુમતી મળતી દેખાય છે. જ્યારે, આસામમાં સત્તાધારી ભાજપા આગળ ચાલી રહી છે.
સવાર ના 10.37 વાગ્યા સુધી ના પરિણામો માં આ ચિત્ર સામે આવી રહ્યું છે.
