છત્તીસગઢના બીજાપુરમા 23 જવાન શહીદ થવાની ઘટના ના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે આ ઘટના નો માસ્ટર માઇન્ડ નક્સલીઓના પીપલ્સ લિબરેશન ગોરીલા આર્મી (PLGA) બટાલિયન 1નો કમાન્ડર હિડમા હોવાનું સામે આવ્યું છે. પોલીસને છેલ્લા કેટલાક દિવસોથી વીજાપુર અને સુકમા જિલ્લાના જોનાગુડા, ટેકલગુડુમ અને જીરાગાંમના હિડમા અને તેના સાથી નક્સલીઓ ભેગા થવાની ગુપ્ત જાણકારી મળી હતી, રાજ્યની પોલીસે હિડમાને પકડવા માટે જ મિશન હાથ ધર્યું છે, શનિવારે DRG, STF અને CRPFના બહાદુર જવાન નક્સલી કમાન્ડર હિડમાના કોર એરિયામાં ઘૂસ્યા હતા.
હિડમાની બટાલિયન નંબર 1 આધુનિક શસ્ત્રોથી સજ્જ છે અને ચારે તરફ થી થયેલા ભારે ફાયરિંગમાં જવાન ફસાઈ ગયા અને અને 23 જવાન શહીદ થયા છે. જોકે પોલીસનો દાવો છે કે 12થી વધુ નક્સલવાદીઓ પણ માર્યા ગયા છે.
બસ્તર રેન્જના IG સુદાનરાજ પી.એ જણાવ્યું હતું કે અથડામણ દરમિયાન માર્યા ગયેલા નક્સલવાદીઓના મૃતદેહો 3 ટ્રેક્ટરમાં ભરીને લઈને નક્સલીઓ ભાગી છૂટ્યા હતા. મુખ્ય સૂત્રધાર હિડમા અભણ છે છતાં કડકડાટ અંગ્રેજી બોલે છે તેને બે પત્ની છે જે પણ નકસલી પ્રવૃત્તિ માં સામેલ છે હિડમા ના બે ભાઈ તેના ગામ માં ખેતી કરે છે.
હિડમા દંડકારણ્ય સ્પેશિયલ ઝોનલ કમિટી નો મુખ્ય નક્સલ નેતા છે. ચાર વર્ષ પહેલાં તેને સુકમામાં ઓપરેશનમાં ગોળી વાગી હતી, પરંતુ તે બચી ગયો હતો ,તેના માથા પર 25 લાખ રૂપિયાનું ઈનામ છે. હિડમા નક્સલીઓની સૌથી ખતરનાક બટાલિયનનું નેતૃત્વ કરે છે. બીજા બધા લીડર આંધ્રપ્રદેશના છે.
હિડમા ને ઝડપી લેવા અભિયાન ચાલુ છે.
