કોરોના ના સંક્રમણ વચ્ચે આવી રહેલા નવરાત્રી પર્વ અને અને તહેવારો શૃંખલા દરમિયાન સરકાર દ્વારા પ્રસાદ વિતરણ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવતા વિશ્વ હિન્દુ પરિષદ ભડકયું છે અને આ મુદ્દે સરકાર ને 24 કલાક નું અલ્ટી મેટમ આપી વિચારવા જણાવી દીધું છે તેઓ ના કહેવા મુજબ સરકાર અન્ય ભોજન, નાસ્તા કે પીણાથી કેવી રીતે પ્રસાદ ને અલગ ગણી શકે તે અંગે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સ્પષ્ટતા કરવા ગૃહ વિભાગને પત્ર લખ્યો છે અને હિન્દુ સમાજના હિતમાં જો સરકાર દ્વારા 24 કલાકમાં ખુલાસો કરવામાં નહીં આવે તો વીએચપી દ્વારા આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારી છે.
વિશ્વ હિન્દુ પરિષદના પ્રદેશ મંત્રી અશોક રાવલે ગૃહ વિભાગના અધિક સચિવ કે.કે. નિરાલા ને પત્ર લખ્યો હોવાનું જાણવા મળ્યું છે તેઓ એ કહ્યું કે નવરાત્રી અને તહેવારોની ઉજવણી દરમિયાન પ્રસાદ વિતરણ કરી શકાશે નહીં તેમ સરકારે તેની ગાઈડલાઈનમાં જણાવ્યુ છે તે ખોટું છે કેમકે ચા – નાસ્તો તેમજ ભોજનના નિયમોમાં છૂટછાટ આપવામાં આવી છે અને ખાણી પીણી માટે હોટેલ અને રેસ્ટોરાંને પણ છૂટ આપવામાં આવી છે. રસ્તા પર ખાણી-પીણીની લારીઓ પણ ચાલુ છે તેવે સમયે સરકાર પ્રસાદને જ શા માટે ટાર્ગેટ કરે છે તે સમજાતું નથીજ્યારે અન્ય ભોજન, નાસ્તા કે પીણા ના ધંધા ચાલતા હોય તો પ્રસાદ ને શામાટે અલગ ગણવામાં આવે છે. આ મુદ્દે વીએચપી ઉપરાંત સાધુ સંતોમાં પણ અસંતોષ છે ત્યારે આ વિશે સરકારે 24 કલાકમાં સ્પષ્ટતા નહિ કરે તો આંદોલન કરવાની ચીમકી અપાતા સામી ચુંટણીઓ એ માહોલ ગરમાયો છે.
