પેટ્રોલ અને ડીઝલ મોંઘા થતા લોકો
સીએનજી તરફ વળ્યા હતા પરંતુ ગેસ ભરાવવા પંપ ઉપર લાંબી લાઈનોને કારણે ટાઈમ વેસ્ટ થઈ જતા ઘણા કામો અટવાઈ જતા હતા.
જોકે,હવે સીએનજી વાહન ચાલકો માટે ખુશ ખબર આવી ગઈ છે અને ફોન કરતાજ સીએનજી વાહનોને ઘરે આવીને ગેસ ભરી જવા માટેની સેવા શરૂ થઇ ગઈ છે પરિણામે પંપ ઉપર લાંબી લાઈનોમાં ઉભા રહેવામાંથી છુટકારો મળશે.
મુંબઈમાં ઘરઆંગણે CNG મળી રહે તે પ્રકારે એનર્જી ડિસ્ટ્રિબ્યુશન સ્ટાર્ટઅપ ‘ધ ફ્યુઅલ ડિલિવરી’ એ શહેરમાં મોબાઈલ CNG સ્ટેશન સ્થાપવા માટે મહાનગર ગેસ લિમિટેડ સાથે હિતના પત્ર પર હસ્તાક્ષર કર્યા છે
મોબાઈલ CNG સ્ટેશનની મદદથી ગ્રાહકોને સેવા 24 કલાક અને દરરોજ (24 x 7) મળી રહેશે. તેના દ્વારા CNG થી ચાલતી ઓટો રિક્ષા, કેબ, કાર અને કોમર્શિયલ વાહનો, સ્કૂલ બસ અને અન્ય વાહનોની ઇંધણની જરૂરિયાતો પૂરી કરવામાં આવશે.
આ સેવા શરૂ થવાથી ગ્રાહકોને CNG મુંબઈમાં બે મોબાઈલ CNG સ્ટેશન ચલાવવા માટે MGL તરફથી મંજૂરી મળી ગઈ છે. આ સેવા આગામી ત્રણ મહિનામાં મુંબઈના સાયન અને મહાપેથી શરૂ થશે.