બિહારમાં મહાગઠબંધન સરકાર બનીને થોડા મહિના જ થયા છે ત્યાજ હવે બખેડો શરૂ થઈ ગયો છે,આરજેડી નેતા શિવાનંદ તિવારીએ નીતિશ કુમારને હવે આશ્રમ ખોલવાની અને સીએમની ખુરશી તેજસ્વી યાદવને સોંપવાની સલાહ આપી છે.
પટનામાં આરજેડી કાર્યાલયમાં આયોજિત એક કાર્યક્રમમાં તિવારીએ આવું કહીને મહાગઠબંધનમાં હંગામો મચાવ્યો છે. તિવારીએ કહ્યું કે નીતીશ કુમારે 2025માં ખુરશી છોડી દેવી જોઈએ. સીએમ નીતીશ કુમારને જૂની વાતો યાદ કરાવતા આરજેડી નેતાએ કહ્યું કે, ‘નીતીશ કુમારે કહ્યું હતું કે તેઓ આશ્રમ ખોલશે અને આશ્રમમાં રાજકીય તાલીમ આપશે, તેથી તેઓ નીતિશ કુમારને કહેશે કે આશ્રમ યાદ કરે. 2025માં તેજસ્વી યાદવને મુખ્યમંત્રી બનાવો અને પછી આશ્રમ ખોલો.
બીજી તરફ તિવારીના નિવેદન વાયરલ થતા જ નીતિશ કુમારની પાર્ટી જેડીયુએ આરજેડી નેતા તિવારીને વળતો જવાબ આપ્યો છે. JDU સંસદીય બોર્ડના પ્રમુખ ઉપેન્દ્ર કુશવાહાએ ટ્વીટ કર્યું, ‘બાબા, નીતિશ કુમાર હજુ આશ્રમ ખોલવાના નથી, કરોડો દેશવાસીઓની પ્રાર્થના તેમની સાથે છે, જેઓ ઈચ્છે છે કે નીતિશજી બિહાર અને દેશવાસીઓ માટે સત્તાના સર્વોચ્ચ શિખર પર રહે. મને લાગે છે કે જો તમારે જરૂર હોય તો કોઈ અન્ય આશ્રમ શોધો.’