લોકસભા ચૂંટણી 2024માં ભાજપને હરાવવા માટે આજે બેંગલુરુમાં વિરોધ પક્ષોની એક બેઠક મળી રહી છે,જેમાં સૌ એકજૂથ થઈ ભાજપને સત્તામાંથી હઠાવવા આગામી રણનીતિ ઘડી કાઢવાના છે,આ બેઠક પહેલા શિમલામાં યોજાવાની હતી, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી હિમાચલમાં ભારે વરસાદને કારણે સ્થળ બદલવામાં આવ્યું છે.
આ બેઠકમાં 26 પાર્ટીઓ ભાગ લેશે,
સોનિયા ગાંધી પોતે વિપક્ષની એકતાની બેઠકમાં ભાગ લઈ શકે છે.
આ બેઠકનો હેતુ 2024ની સામાન્ય ચૂંટણી પહેલા વર્તમાન મોદી સરકાર સામે મજબૂત વિપક્ષ તૈયાર કરવાનો છે.
નીતિશ કુમારનું કહેવું છે કે અત્યારે તમામ પક્ષોને એક કરવાના પ્રયાસો થઈ રહ્યા છે જોકે, વિપક્ષમાં વડાપ્રધાનનો ચહેરો કોણ હશે? આની ચર્ચા બેઠકમાં કરવામાં આવશે નહીં.