હાલ દેશમાં મહમદ પયગંબર વિશે આપતિ જનક ટિપ્પણી મામલે તોફાનો થઈ રહયા છે જે માટે BJPના સસ્પેન્ડેડ પ્રવક્તા નૂપુર શર્માને જવાબદાર ગણી સુપ્રીમ કોર્ટે નૂપુર શર્માની ઝાટકણી કાઢી છે.
સુપ્રીમ કોર્ટે નૂપુર શર્માને આખા દેશ સામે ટીવી પર માફી માગવાનો આદેશ આપ્યો છે. એ ઉપરાંત એવું પણ કહ્યું છે કે ઉદયપુરની ઘટના તેને કારણે જ બની છે.
નોંધનીય છે કે નૂપુર શર્મા બીજેપી પ્રવક્તા હતા તે વખતે એક ટીવી ડિબેટમાં મોહમ્મદ પયગંબર વિશે વિવાદાસ્પદ નિવેદન આપતા આ નિવેદનના પ્રત્યાઘાતો ઉઠ્યા હતા અને મુસ્લિમ સમાજની ધાર્મિક લાગણી દુભાઈ હતી અને ઘણો વિરોધ થયો હતો.
આ નિવેદન બાદ કુવૈત, યુએઈ અને કતર સહિત તમામ મુસ્લિમ દેશોએ પણ નિવેદનની નિંદા કરી હતી. ત્યાર પછી બીજેપીએ નૂપુર શર્માને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે હાલ રાજસ્થાનમાં તાલિબાન અંદાજમાં દરજીની હત્યા થઈ છે આ બધા તણાવ વચ્ચે કોર્ટે નુપૂરને માફી માંગવા જણાવ્યું છે.
કોર્ટે વિવાદાસ્પદ ડિબેટ મામલે ટીવી ચેનલ અને દિલ્હી પોલીસની પણ ઝાટકણી કાઢતાં કોર્ટે કહ્યું હતું કે દિલ્હી પોલીસે શું પગલાં ભર્યા ? ટીવી ડિબેટ કયા વિષયની હતી? એનાથી માત્ર એક એજન્ડા સેટ કરવામાં આવી રહ્યો છે. તેમણે આવો મુદ્દો કેમ પસંદ કર્યો, જેના પર કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે.
આમ,કોર્ટે નુપુર સહિત ટીવી ચેનલ અને પોલીસની પણ ઝાટકણી કાઢી હતી.