પયગંબર વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી મામલે થયેલા નૂપુર શર્મા કેસને લઈને સુપ્રીમ કોર્ટે તાજેતરમાં કરેલી ટિપ્પણીઓને લઈને વિવાદ વધુ ઘેરો બન્યો છે.
આજે મંગળવારે દેશના 15 નિવૃત્ત ન્યાયાધીશો, 77 અમલદારો અને 25 ભૂતપૂર્વ સૈન્ય અધિકારીઓએ એક ખુલ્લો પત્ર લખીને સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જેબી પારડીવાલાની ટિપ્પણીઓને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ન્યાયતંત્રના ઈતિહાસમાં આવા અપમાનજનક નિવેદનની કોઈ મિસાલ નથી. આ ખુલ્લો પત્ર જમ્મુ ખાતે માનવ અધિકાર અને સામાજિક ન્યાય ફોરમ, J&K અને લદ્દાખ દ્વારા લખવામાં આવ્યો છે. તેમાં માંગણી કરવામાં આવી છે કે જસ્ટિસ સૂર્યકાન્ત નિવૃત્ત થાય ત્યાં સુધી તેમને સુપ્રીમ કોર્ટના રોસ્ટરમાંથી હટાવવા જોઈએ. તેમને નુપુર શર્મા કેસની સુનાવણી દરમિયાન કરવામાં આવેલી તેમની ટિપ્પણીઓ પાછી ખેંચવા માટે કહેવામાં આવે.