નવી દિલ્હીઃ હવે નેશનલ હાઇવે પર વાહન દોડાવવા માટે વાહનચાલકોએ વધારે ટોલ ટેક્સ ચૂકવવો પડશે. આગામી 1 એપ્રિલથી ટોલ પ્લાઝા પરથી પસાર થતાં વાહનોએ વધેલો ટોલ ટેક્સ ચુકવવાનો રહેશે. હકીકતમાં FASTagને ફરજિયાત બનાવવામાં આવ્યા બાદ હવે હાઇવે પર સ્થિત ટોલ પ્લાઝા પર ટેક્સ વધશે. એનએચએઆઇ (NHAI) પોતાના તમામ ટોલ પ્લાઝા પર ટેક્સ વધારશે. નવી કિંમતો એક એપ્રિલથી તમામ ટોલ પ્લાઝા પર લાગુ કરી દેવામાં આવશે. જેના પગલે ફોર વ્હીલર તથા તેનાથી વધુ વ્હીલ ધરાવતા વાહનોએ એક એપ્રિલથી વધુ ટોલ ટેક્સ ચુકવવો પડશે. સાથે જ કાનપુર- પ્રયાગરાજ વચ્ચે આવેલા બે ટોલ બડૌરી તથા કટોધન ટોલ ટેક્સ નહીં વધે.
હકીકતમાં નેશનલ હાઇવે ઓથોરિટીએ વર્ષ 2008માં જ દરેક ટોલ પ્લાઝા પર ટેક્સ વધારવાની જોગવાઇ કરી હતી. જે બાદ નિયમાનુસાર દરેક નાણાકીય વર્ષમાં ટોલ ટેક્સ વધારવામાં આવશે, જે વાહનોએ ચુકવવો પડશે. ઓથોરિટીના પ્રોજેક્ટ ડિરેક્ટરે તેના માટે મંત્રાલયને પોતાનો રિપોર્ટ મોકલ્યો છે. પ્રોજેક્ટ ડિરેક્ટર પંકજ મિશ્રાએ જણાવ્યું કે કાનપુર-પ્રયાગરાજ વચ્ચે સિક્સલેનનું કામ થઇ રહ્યું હોવાના કારણે વાહન સવારોએ પસાર થવામાં થોડી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
જણાવવામાં આવી રહ્યું છે કે ફતેહપુરમાં બડૌરી અને કટોધન ટોલમાં વર્ષ 2018-19ના નિશ્વિત રેટ અનુસાર ટેક્સ લેવામાં આવી રહ્યો છે. પછીથી નવેમ્બર સુધી સિક્સલેનનું કામ પુરુ થયા બાદ નવી કિંમતો લાગુ થશે. જણાવવામાં આવી રહ્યું છે કે બડૌરી ટોલ પર સેંસર ગરબડના કારણે કર્મચારી કાર પાસે લાવીને ફાસ્ટેગ સ્કેન કરે છે. જેના કારણે જામ પણ લાગે છે.