પંજાબના મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર અને ખાલિસ્તાની આતંકી સુખ બિકરીવાલ ને દુબઇ થીભારત લવાયો છે. સુખ બિકરીવાલ પાકિસ્તાની ગુપ્ત એજન્સીઓએ ISIના ઇશારા પર પંજાબમાં આતંકી પ્રવૃત્તિઓ કરતો હતો અને પંજાબમાં શૌર્ય ચક્ર વિજેતા બલવિંદર સંધુ ની હત્યા કરવામાં પણ સુખ બિકરીવાલ ની સંડોવણી ખુલી છે. ઉપરાંત પંજાબના નાભામાં જેલ તોડવાની ઘટના માં પણ સુખ બિકરીવાલ નો હાથ હતો.
હવે સુખ બિકરીવાલ ભારતીય ગુપ્તચર એજન્સીઓના હાથમાં આવતા તેની પંજાબમાં ખાલિસ્તાની લિંક સહિત અન્ય ટારગેટ કિલિંગ સાથે જોડાયેલ મામલે ખુલાસા થવાની શક્યતા રહેલી છે. ISI અને ખાલિસ્તાની આતંકીઓ એકજુથ થઈ દેશ વિરોધી પ્રવૃત્તિઓ ને અંજામ આપતા હોવા અંગે ગુપ્તચર તંત્ર ના રડાર માં ઝડપાતા હવે અનેક રહસ્ય ખુલશે.
