અમૃતસરઃ પંજાબ સરકારે આજે મહિલાના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહની અધ્યક્ષતા હેઠળ આજે યોજાયેલ પંજાબ મંત્રીમંડળની બેઠકમાં મ મહિલા શક્તિકરણની દિશામાં મોટો નિર્ણય લઇ સરકારી નોકરીઓમાં 33 ટકા મહિલા અનામતને મંજૂરી આપી છે. પંજાબ સીએમ ઓફિસ તરફથી જારી કરાયેલી માહિત મુજબ મંત્રમંડળે પંજાબ સિવિલ સર્વિસિસની સીધી ભરતી પ્રક્રિયામાં મહિલાઓને 33 અનામતની મંજૂરી આપવામાં આવી છે.
તે ઉપરાંત મુખ્યમંત્રીએ સ્ટેટ રોજગાર યોજના, 2020-22ને પણ મંજૂરી આપી છે, જે હેઠળ વર્ષ 2020 સુધી પ્રદેશના એક લાખથી વધારે યુવાઓને રોજગાર આપવાની કામગીરી કરાશે. આ યોજના હેઠળ સરકારી વિભાગોમાં ખાલી પડેલી જગ્યાઓ પર ઝડપથી નવી નિમણુંક કરવામાં આવશે. પ્રાપ્ત માહિતી મુજબ સરકારી વિભાગો, વિવિધ બોર્ડ્સ, કોર્પોરેશન અને એજન્સીઓમાં નોકરીઓ આપવામાં આવશે. નોકરીઓમાં ભરતી થનાર વ્યક્તિઓને કેન્દ્ર સરકારના માપદંડો મુજબ વેતન અપાશે. રાજ્યનું મંત્રીમંડળે આની જાહેરાત પહેલા જ કરી દીધી હતી.
મહિલા અનામતને મંજૂરી
પંજાબના મંત્રમંડળે બુધવારની મિટિંગમાં પંજાબ સિવિલ સર્વિસિસ (રિઝર્વેશન ઓફ પોસ્ટ ફોર વીમેન) રુલ્સ – 2020ને મંજૂરી આપી દીધી છે. તે હેઠળ પંજાબમાં મહિલાઓને સરકારી નોકરીઓમાં સીધી ભરતી તથા બોર્ડ્સ અને કોર્પોરેશનના ગ્રૂપ એ, બી અને ડી પદો પર ભરતીમાં 33 ટકા અનામત આપવામાં આવશે. પંજાબ સરકારે આ નિર્ણયને રાજ્યમાં મહિલા શક્તિકરણની દિશામાં મહત્વપૂર્ણ પગલું બતાવ્યુ છે.
નોંધનિય છે કે,પંજાબ ઉપરાંત બિહારમાં પણ સરકારી નોકરીઓમાં મહિલાઓને અનામત આપવામાં આવ્યુ છે. નીતિશ સરકારે સરકારી નોકરીઓમાં તમામ પદો પર સીધી ભરતીમાં મહિલાઓ માટે 35 ટકા અનામતની જોગવાઇ કરી છે. બિહારમાં આવુ કરનાર ભારતમાં એક માત્ર રાજય છે.