આખરે પત્રકાર અર્નબ ઉપર દબાણ લાવવાનો પ્રયાસ શરૂ થયો છે અને મુંબઇ ના વર્લી પોલીસ સ્ટેશનના સહાયક પોલીસ કમિશનર સુધીર જાંભવડેકરે સામાજિક સદભાવ બગાડવાનો આરોપ લગાવતાં અર્નબ ગોસ્વામીને નોટિસ જારી કરી છે
આ નોટિસમાં અર્નબને ફરીથી આ પ્રકારનો વર્તાવ ન કરવા માટે કોઈ એક સન્માનિત વ્યક્તિના જામીન આપવા માટે જણાવાયું છે.
મુંબઈ પોલીસે 10 લાખ રૂપિયાનું બોન્ડ લેવા માટે રિપબ્લિક ટીવીના એડિટર-ઈન-ચીફ અર્નબ ગોસ્વામીને નોટિસ જારી કરી છે. ગોસ્વામી પર પાલઘર સાધુ હત્યાકાંડ તેમજ બાંદ્રા સ્ટેશન પર શ્રમિકોની ભીડના સમાચાર અલગ અંદાજ માં પ્રસારિત કરવાનો આરોપ મુકાયો છે.
વર્લી પોલીસ સ્ટેશનના સહાયક પોલીસ કમિશનર સુધીર જાંભવડેકરે સામાજિક સદભાવ બગાડવાનો આરોપ લગાવીને અર્નબ ગોસ્વામી ને સારા વર્તાવનું વચન આપવા માટે 10 લાખ રૂપિયાનું બોન્ડ પણ ભરવા માટે કહેવામાં આવ્યું છે. અર્નબને નોટિસ સીઆરપીસીની કલમ 108(1)(અ) અંતર્ગત મોકલવામાં આવી છે. આ સેક્શન ચેપ્ટર પ્રોસિડિંગ સાથે સંકળાયેલું છે. ચેપ્ટર પ્રોસિડિંગમાં એસીપી રેન્કના અધિકારીને મેજિસ્ટ્રેટના અધિકાર પ્રાપ્ત હોય છે.
પોલીસનો આરોપ છે કે અર્નબે પાલઘરમાં સાધુઓની હત્યા અને બાંદ્રામાં જમા થયેલી ભીડને લઈને પોતાના શો ‘પૂછતા હૈ ભારત’માં ધાર્મિક ભાવનાઓ ભડકાવતી વાતો કહી હતી. બંને કાર્યક્રમો દરમિયાન લોકડાઉન હોવાના કારણે રમખાણો થતાં રહી ગયાં હતાં એમ પોલીસ અધિકારી નું માનવું છે. આમ પોલીસ અને તંત્ર વિરુદ્ધ સમાચાર નું પ્રસારણ કરવા માટે પત્રકાર ઉપર ગાળિયો ફિટ કરવામાં આવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.