શાપુરજી પલોનજી ગ્રુપના ચેરમેન પદ્મ ભૂષણ પલોનજી મિસ્ત્રીનું 93 વર્ષની વયે મુંબઈમાં નિધન થયું છે. પોલાનજી સાયરસ મિસ્ત્રીના પિતા હતા, જેઓ ટાટા સન્સના ચેરમેન હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમનું 93 વર્ષની વયે મુંબઈમાં નિધન થયું છે.
પલોનજી મિસ્ત્રીનો જન્મ પારસી પરિવારમાં થયો હતો. તેઓએ 2003માં આઇરિશ નાગરિકતા પણ લીધી હતી.
તેમને વર્ષ 2016માં પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા. તેમના પરિવારમાં પત્ની પસ્તી પેરીન ડુબાસ અને ચાર બાળકો શાપુર મિસ્ત્રી, સાયરસ મિસ્ત્રી (પુત્રો) જ્યારે લૈલા મિસ્ત્રી અને આલુ મિસ્ત્રી (પુત્રીઓ) છે.
તમને જણાવી દઈએ કે શાપૂરજી પલોનજી ગ્રુપનો બિઝનેસ એન્જિનિયરિંગ, કન્સ્ટ્રક્શન, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રિયલ એસ્ટેટ, વોટર એનર્જી અને ફાઈનાન્સિયલ સર્વિસના ક્ષેત્રમાં ફેલાયેલો છે.આ જૂથમાં લગભગ 50,000 કર્મચારીઓ છે. આ ગ્રુપ દુનિયાના 50 દેશોમાં બિઝનેસ કરી રહ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને પલોનજી મિસ્ત્રીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે અને તેમને શ્રદ્ધાંજલિ આપી છે.