નાનકડો 5 વર્ષનો રાહુલ પોતાના પિતા અવિનાશ દાસ અને પોતાની મમ્મી સાથે વતન ની વાટ પકડી છે ભોપાલના બંજારી વિસ્તારમાં મિસ્ત્રીકામ કરતા અવિનાશ ભાઈ નો ધંધો ભાંગી પડયો છે , કોરોના ની હાડમારી મા આવેલાલૉકડાઉનમાં બધું વેરવિખેર થઇ ગયું છે, વતન જવા માટે અન્ય શ્રમિકો ની જેમ તેઓએ પણ ક્યારેક પોલીસ સ્ટેશનના તો ક્યારેક નગર નિગમના ધક્કા ખાધા પણ ભીડ માં તેઓ નો અવાજ તંત્ર સુધી ન પહોંચ્યો અને ફોર્મ ની ઝંઝટ માં ઘણો સમય બરબાદ કર્યા બાદ અને કોઇ મદદ ન મળી તો પગપાળા જ છત્તીસગઢના પોતાના ગામ મુંગેલી જવા નીકળી પડ્યા. નથી પૈસા બચ્યા કે નથી ખાવા-પીવાનો કોઇ સામાન બચ્યો. અવિનાશની પત્ની કહે છે- અમારા જેવા ગરીબો માટે સરકાર પાસે થી શુ આશા રાખવાની કોઈ સાંભળતું જ નથી નો ખિસ્સા માં હોય તો ખાવાનું ન હોય તો નસીબ આમ નિસાસા નાખતું આ પરિવાર રાત દિવસ ચાલી રહ્યુ છે પગમાં છાલા પડી ગયા છે નાનકડો રાહુલ પોતાના માતાપિતા સાથે ચાલી રહ્યો છે 700 કિલોમીટર નું અંતર પગપાળા જ ચાલતા ચાલતા કાપી નાખવાનું મન મનાવી લીધું છે.
જોકે, આવા તો અનેક પરિવારો રોડ પર ચાલતાજ વતન જઇ રહ્યા છે તેઓ ને સરકાર ની જાહેરાતો કે રાહત ની ખબર નથી અને કઈ મળ્યું પણ નથી આ વાસ્તવિકતા હાલ ઠેરઠેર જોવા મળી રહી છે.
