માઉન્ટ આબુ 22 જૂન સુધી બંધ રાખવા તંત્ર એ નિર્ણય લીધો છે કોરોના ને લઈ ને ગત તા.23 માર્ચથી હોટલો બંધ હોવાથી કામ કરતા વેઇટર્સ, કૂક્સ અને અન્ય સ્ટાફ હજુ સુધી પરત આવ્યા નથી. જેથી અગામી દિવસો માં તેઓ પરત ફરશે તા.22 જૂનથી હોટેલ અને રેસ્ટોરન્ટ ખુલશે ત્યારે સોશયલ ડિસ્ટિંનિંગ માટે બે લોકો નાના ટેબલ પર અને ચાર મોટા ટેબલ પર બેસી શકશે. હોટેલ અને રેસ્ટોરન્ટના કર્મચારીઓ ભોજન પીરસશે. ખોરાક માટે ઉપયોગ કરતા પહેલા પ્લેટોને હાઇડ્રોક્લોરાઇડથી સાફ કરવી પડશે. હોટલમાં લિફ્ટના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. હોટલમાં આવતા લોકોની આઈડી વોટ્સએપ પર લેવાની છે. ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરવા પર ભાર મૂકવાનો નિર્ણય લેવાયો છે અહીં નૌકાવિહાર શરૂ કરવા વહિવટી તંત્રને છૂટ આપી છે, પરંતુ હજી સુધી બોટ ચલાવનાર ઓપરેટર પાસે કર્મચારી ન હોવાથી બધું પાટે ચડતા હજુવાર લાગશે.
