ભાજપ ના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉપર હુમલા ની ઘટના પ્રકાશ માં આવી છે પશ્ચિમ બંગાળ માં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના કાફલા પર આજે ગુરુવારે તૃણમૂલના કાર્યકરો દ્વારા પથ્થરમારો કરાયો હોવાની વાત સામે આવી છે
વિગતો મુજબ જેપી નડ્ડા કોલકાતાથી 24 પરગના જિલ્લાના ડાયમંડ હાર્બર શહેર જઈ રહ્યા ત્યારે રસ્તો રોકવાનો પ્રયાસ પણ થયો હતો. નડ્ડાની સુરક્ષામુદ્દે કેન્દ્રીય ગૃહ મંત્રાલય મમતા સરકાર પાસે રિપોર્ટ માગશે.
ભાજપના મહાસચિવ કૈલાસ વિજયવર્ગીયની ગાડી પર પણ પથ્થર ફેંકવામાં આવ્યા હતા. એક મોટો પથ્થર તેમની ગાડીના કાંચને તોડીને અંદર વાગ્યો હતો. વિજયવર્ગીયે કહ્યું હતું કે આ હુમલામાં તેઓ ઘાયલ થયા છે, પોલીસની હાજરીમાં ગુંડાઓએ તેમની પર હુમલો કર્યો. કૈલાસ વિજયવર્ગીય અને મુકુલ રોય બંને ઇજાગ્રસ્ત થયા હોવાની વિગતો જાણવા મળી છે.
