એક તરફ ચીન ભારત સરહદે ઉબડીયા કરી રહ્યું છે તો બીજી તરફ પાકિસ્તાન વારંવાર સીઝફાયર નું ઉલ્લંઘન કરવામા આવી રહ્યુ છે હતુ જેમાં એક ભારતીય જવાન શહીદ થયા છે. જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાન થયેલા ફાયરિંગમાં સેનાના એક જુનિયર અધિકારી શહીદ થયા છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈ એ આ જાણકારી આપી છે. રાજૌરી જિલ્લાના કેરી સેક્ટરમાં પાકિસ્તાને ફરીથી એલઓસી પર યુદ્ધવિરામનો ભંગ કરી ફાયરિંગ અને મોર્ટર ચલાવી રહ્યું છે.
એલઓસી પર પાકિસ્તાનના ફાયરિંગમાં એક સૈન્ય અધિકારી શહીદ થયા હતા. પાકિસ્તાને જમ્મુ કાશ્મીરના રાજૌરીના નૌશેરામાં એલઓસી પર યુદ્ધવિરામનો ભંગ કર્યો હતો. ભારતીય સેનાના પીઆરઓ લેફ્ટિનેન્ટ કર્નલ દેવેન્દ્ર આનંદે જણાવ્યું હતું કે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલ ફાયરિંગમાં સેનાના અધિકારી રાજવિંદરસિંહ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા શહીદ થયા હતા. આમ પાકિસ્તાન તેની આ પ્રકારની હરકતો માંથી વાજ આવતું નથી અને ભારત તેનો વળતો જવાબ આપી રહ્યું છે.
