પાકિસ્તાન ના કબ્જા હેઠળ રહેલા કાશ્મીર ના વિસ્તાર એવા PoKમાં ભારતે એરસ્ટ્રાઇક કરી હોવાના અહેવાલ છે,ભારતીય સેનાએ PoKમાં આંતકવાદીઓના લોન્ચ પેડ નષ્ટ કર્યા હોવા અંગે સમાચાર એજન્સી PTI એ અહેવાલ આપ્યા છે.જોકે ભારતીય સેનાએ ખુલાસો કરતા કહ્યું છે કે LoC પર આજે ફાયરિંગ થઈ નથી. PTI દ્વારા જાહેર કરવામાં આવેલો અહેવાલ 13 નવેમ્બરનો હોવાનું સેનાએ કહ્યું છે. પાકિસ્તાન અને ચીન સરહદ પર તંગદિલી વચ્ચે ભારતે PoKમાં એર સ્ટ્રાઇક કરી હોવાના અહેવાલ હતા. ભારતીય સેનાએ પીઓકેમાં મોટું ઑપરેશન પાર પાડ્યું હોવાની ખબર જૂની છે.અને આજે પીઓકેમાં આવેલા આંતકવાદીઓના લૉન્ચ પેડ પર એર સ્ટ્રાઇક કરી નથી તેવીભારતીય સેનાએ આ વિશે સત્તાવાર રીતે માહિતી આપી છે. પીટીઆઈ એ જણાવ્યું હતું કે આંતકવાદીઓના બંકર અને લૉન્ચ પેડ સહિત અનેક જગ્યાઓ નષ્ટ કરવામાં આવી છે પણ આ વાત જૂની છે. ઉલ્લેખનીય છે ભારતની પાકિસ્તાનમાં આ બીજી એર સ્ટ્રાઇક હોય ઇન્ટરનેશનલ લેવલે ઝડપ થી ખબર ફેલાઈ ગઈ હતી પણ આ આજે કોઈ એર સ્ટાઈક નહિ થઈ હોવાની વાત સામે આવતા પીટીઆઈ ની ખબર જૂની હોવાનો ભારતીય સેના એ ફોડ પાડ્યો હતો.
