ચીન ના ખીલે કૂદતા પાકિસ્તાને હવે ભારત વિરુદ્ધ પોતાની પ્રતિક્રિયા આપી છે અને ચીન ના સપોર્ટ માં હોવાનો અહેસાસ કરાવ્યો છે. લદાખમાં એલએસી નજીક ભારત-ચીનના વચ્ચે ચાલતા વિવાદ વચ્ચે પાકિસ્તાની એરફોર્સે તેના કબજા હેઠળના ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં યુદ્ધાભ્યાસ શરૂ કરતા તેની નીચી માનસિકતા છતી થઈ છે. આ યુદ્ધ અભ્યાસ સ્કર્દૂ ક્ષેત્રમાં કાદરી એરફોર્સ બેઝ પર કરાઈ રહ્યો છે. અહીં યુદ્ધવિમાન જેએફ-17 પણ ગોઠવી દેવાયા છે. આ વિસ્તાર લદાખબોર્ડર સાથે જોડાયેલો છે આ હરકત ને ભારત વિરુદ્ધ યુદ્ધની તૈયારી તરીકે માનવામાં આવે છે. હાલ માં સ્કર્દૂ એરબેઝ પણ પાકિસ્તાને ચીન ને વાપરવા આપતા ચીની એરફોર્સ પણ તેનો ઉપયોગ કરે છે. પાક.મીડિયામાં શનિવારે એક વીડિયો ચર્ચામાં રહ્યો હતો. તેમાં પાકિસ્તાની એરફોર્સના વડા મુજાહિદ અનવર ખાન એરબેઝની મુલાકાત લઈ ઓપરેશનની તૈયારીઓનું નિરીક્ષણ કરતા બતાવાયા હતા આમ હવે ભારતીય લશ્કરી દળો અને ચીનાઓ વચ્ચે ચાલી રહેલા વિવાદ માં પાકિસ્તાન ને શૂરાતન ચડતા ભારત તેની હરકતો ઉપર નજર રાખી રહ્યુ છે.
