કાશ્મીર માં આતંકીઓ મોકલી ને અહીં અંધાધૂંધી ફેલાવી રહેલા પાકિસ્તાન ને આર્મી ચીફ જનરલ એમએમ નરવણેએ સ્પષ્ટ ચેતવણી આપી છે અને કહ્યું કે, લાઇન ઓફ કંટ્રોલ પાર કરવાનો પ્રયાસ કરનારા આતંકવાદીઓ જીવતા છોડવામાં નહીં આવે. તેમણે કહ્યું કે, પાકિસ્તાન અને તેના આતંકવાદીઓને આ સ્પષ્ટ મેસેજ છે કે જે કોઈ ભારતમાં ઘૂસણખોરી માટે નિયંત્રણ રેખાને પાર કરશે તેઓ ને સીધાજ ફૂંકી મારવામાં આવશે અને તેઓ પાછા જઇ શકશે નહીં. આર્મી ચીફ જનરલ નરવણેએ ચોખાની બોરીઓથી ભરેલી ટ્રકમાં છુપાયેલા આતંકવાદીઓ ની ટ્રક ફૂંકી મારી હાથ ધરેલા ઓપરેશન બદલ સલામતી દળોની પ્રશંસા કરતાં કહ્યું હતું કે આર્મી, જમ્મુ-કાશ્મીર પોલીસ અને અર્ધલશ્કરી દળો ના સયુંકત ઓપરેશન રંગ લાવી રહ્યું છે.
