મધ્યપ્રદેશના સિંગરૌલીમાં સાત વર્ષના પુત્રએ ગંભીર સ્થિતિમાં દર્દ થી કણસી રહેલા પોતાના પિતાને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે હાથલારીમાં જ હોસ્પિટલમાં લઈ જતો હોવાના વિડીયાઓ લોકોની આંખો ભીની કરી મૂકી હતી.
લોકોએ પોતાના મોબાઈલમાં વિડીયો કેદ કરી ઝડપથી વાયરલ કરી દેતા એડીએમ ડીપી વર્મને વીડિયો જોયા બાદ તપાસના આદેશ આપ્યા હતા.
શુક્રવારે બપોરે દીનદયાલ શાહને અચાનક પગમાં અસહ્ય દુ:ખાવો ઉપડતા હોસ્પિટલ લઈ જવા જરૂરી બન્યા હતા. પોતાના પિતા દર્દથી કણસતા જોઈ તેમનો સાત વર્ષનો પુત્ર પિતાને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવા તૈયાર થયો અને ઘર બહાર પડેલી હાથગાડી પર સુવડાવી તેની માતા સાથે ત્રણ કિલોમીટર દૂર આવેલી હોસ્પિટલ લઈ ગયો હતો.
હોસ્પિટલ પહોંચ્યા પછી, એડીએમના આદેશ પર, સીએમએચઓએ સિવિલ સર્જનને મામલાની તપાસ કરવાની સૂચના આપતા થયેલી તપાસ દરમિયાન જાણવા મળ્યું કે માત્ર 7 વર્ષનું બાળક પોતાના પિતાને કોઈપણ રીતે તાત્કાલિક હોસ્પિટલમાં લઈ આવવા માંગતું હતું અને તેણે પોતાની લારીમાં નાખીને હોસ્પિટલમાં લઈ આવ્યો હતો તેણે એમ્બ્યુલન્સનો સંપર્ક કરવાનો પણ પ્રયાસ કર્યો ન હતો. તપાસ અધિકારીએ જણાવ્યું કે તેણે દર્દીના સંબંધીઓ સાથે પણ વાત કરી હતી દરમિયાન તેનો ફોન પણ ચેક કરવામાં આવ્યો હતો જેમાં જાણવા મળ્યું હતું કે તેણે એમ્બ્યુલન્સનો સંપર્ક કરવાનો પ્રયાસ પણ કર્યો ન હતો.
આમ,આ કિસ્સામાં જો એમ્બ્યુલન્સ મંગવામાં આવી હોત તો મળી શકે તેમ હતી પણ બાળક પોતાના પિતાને પોતાની સમજ મુજબ તાત્કાલિક પોતે પોતાની રીતે લાવ્યો હોવાની વાત સામે આવી હતી અને તેને તંત્ર થી કોઈ ફરિયાદ ન હતી તેને બસ પોતાના પિતા હોસ્પિટલમાં પહોંચી ગયા અને સારવાર મળી ગઈ તેનાથી જ ખુશ હતો.