ભારત દેશ આજે આજે કોરોના સામે જંગ લડી રહ્યો છે અને સાથે જ 74માં સ્વતંત્રતા દિવસની ઉજવણી પણ કરી રહ્યો છે. દેશ માં ઠેરઠેર દેશભક્તિ નો માહોલ જોવા મળી રહ્યો છે,વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7મી વખત લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવ્યો હતો અને આત્મનિર્ભર ભારત બનાવવા સૌના સહયોગ ની વાત કરી હતી ,વડાપ્રધાન મોદીએ આઝાદીના આ પાવન પર્વ નિમિત્તે તમામ દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી હતી તેઓ એ જણાવ્યું કે આજે જે આપણે સ્વતંત્ર ભારતમાં શ્વાસ લઈ રહ્યા છીએ, તેની પાછળ માભારતીના લાખ્ખો શહીદો ના ત્યાગ, બલિદાન અને સમર્પણ રહેલા છે. આજે આઝાદીના વીરોને નમન કરવાનો પર્વ છે.આપણી સેના- અર્ધસૈન્ય દળોના જવાન, પોલીસના જવાન, સુરક્ષાદળો ભારત માતાની રક્ષા કરી રહ્યા છે ,તેમની સેવાને પણ નમન કરવાનો પર્વ છે. અરવિંદ ઘોષની આજે જયંતી છે. ક્રાંતિકારીથી આધ્યાત્મિક ઋષિ બન્યા. આજે તેમને પણ યાદ કરવાનો દિવસ છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે,મારા પ્યારા દેશવાસીઓ, આઝાદીના વીરોને યાદ કરીને નવી ઉર્જાનો આ સંકલ્પ છે. એક રીતે આપણા માટે આ નવી પ્રેરણા લઈને આવે છે. નવો ઉમંગ, નવો ઉત્સાહ લઈને આવે છે. આપણા માટે નવો સંકલ્પ કરવો જરૂરી પણ છે. આગામી વર્ષે આપણે 75માં વર્ષમાં પ્રવેશ કરીશું. આ પોતાનામાં જ એક મોટો અવસર છે. એટલા માટે આજે આવનારા બે વર્ષ માટે મોટા સંકલ્પ સાથે આપણે ચાલવાનું છે. આઝાદીના 75 વર્ષમાં જ્યારે આપણે પ્રવેશ કરીશું અને 75 વર્ષ જ્યારે પુરા થશે, ત્યારે સંકલ્પોને પુરા કરીને તેની મહાપર્વ તરીકે ઉજવણી કરીશું.
આ વખતે લાલ કિલ્લા પર કાર્યક્રમમાં શાળાના બાળકોની જગ્યાએ 1500 એવા લોકો ભાગ લીધો કે, જેમણે કોરોનાને હરાવ્યો છે.
ત્રિરંગો લહેરાવી પીએમ મોદીએ રાષ્ટ્રધ્વજને આપી સલામી આપી હતી અને પીએમ મોદીએ રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી ,તેઓ એ જણાવ્યું કે એકસમય હતો, જ્યારે આપણી કૃષિ વ્યવસ્થા ખૂબ પછાત હતી. ત્યારે સૌથી મોટી ચિંતા હતી કે દેશવાસીઓનું પેટ કેવી રીતે ભરવું. આજે જ્યારે આપણે માત્ર ભારત જ નહીં દુનિયાના કેટલાંય દેશોનું પેટ ભરી શકીએ છીએ
કોરોના મહામારીની વચ્ચે 130 કરોડ ભારતીયોએ આત્મનિર્ભર ભારત બનવાનો સંકલ્પ લીધો છે. આપણને પૂરો વિશ્વાસ છે કે ભારત આ સપનાને ચરિતાર્થ કરીને રહીશું. મને મારા દેશના સામર્થ્ય પર વિશ્વાસ છે
ભારત આત્મનનિર્ભર દેશ બનીને રહેશે
વિસ્તારવાદના વિચારે માત્ર કેટલાંક દેશોને ગુલામ બનાવીને જ છોડ્યા નહીં, વાત ત્યાં જ ખત્મ થઇ નહીં. ભીષણ યુદ્ધો અને ભયાનકતાની વચ્ચે પણ ભારતે આઝાદીની જંગમાં કમી અને નમી આવવા દીધી નહીં
ગુલામીનો કોઇ કાલખંડ એવો નહોતો જ્યારે હિન્દુસ્તાનમાં કોઇ ખૂણામાં આઝાદી માટે પ્રયાસ થયો ના હોય, પ્રાણ-અર્પણ ના થયા હોય
ભારતની આત્માને કચડવાના પ્રયાસ થયા પણ દેશ દરેક જગ્યા એ ખરો ઉતર્યો છે.
હાલ કોરોના જંગ માં દેશ ની સ્કૂલ કોલેજો બંધ હોય પ્રથમ વખત બાળકો પાર્ટી સીપેન્ટ કરી શક્યા નથી પણ ઘર માં રહી ટીવી ઉપર દેશપ્રેમ અને વીરો ના બલિદાનો યાદ કરી નમન કર્યું હતું.
