પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના નેતા
અનેપંજાબના અગ્રણી દલિત નેતા
એવા 86 વર્ષીય બૂટા સિંહ નું આજે અવસાન થયું છે. કેન્દ્રમાં કોંગ્રેસ ની જુદી જુદી સરકાર દરમિયાન તેઓ ગૃહ મંત્રી, કૃષિ મંત્રી, રેલવે મંત્રી સહિત ની જવાબદારી સંભાળી હતી. તેઓ બિહારના પૂર્વ રાજ્યપાલ પણ રહી ચૂક્યા હતા. બુટા સિંહ રાજસ્થાનના કોંગ્રેસના સાંસદ પણ હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શોક વ્યકત કર્યો છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા બૂટા સિંહ લાંબા સમયથી બીમાર હતા. બ્રેઇન હેમરેજ બાદ ઓક્ટોબરમાં તેમને ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસમાં દાખલ કરવામાં આવ્યા હતા. બુટા સિંહ રાજીવ ગાંધીની ખૂબ નજીકના માનવામાં આવતા હતા.
પીએમ મોદીએ તેઓ ના નિધન ઉપર શોક વ્યક્ત કરી સદગત ને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
