મહારાષ્ટ્રના પુણે-નાસિક હાઈવે ઉપર રોડ ક્રોસ કરી રહેલી 17 મહિલાઓને પુરફાટ ઝડપે ધસી આવેલી વાને અડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં પાંચ મહિલાઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે 12 મહિલાઓ ઈજા થતાં તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. અકસ્માત સર્જીને વાનચાલક ફરાર થઈ ગયો હતો, રાતના 11 કલાકની આસપાસ આ ઘટના બની હતી.
અકસ્માતનો ભોગ બનનાર મહિલાઓ એક શુભ પ્રસંગમાં કેટરસ તરીકે કામ કરવા માટે ગઈ હતી અને પોતાનું કામ પતાવીને પુણેની બસથી ખરપુડી ફાટક પર ઉતર્યા બાદ ત્યાંથી રોડ ક્રોસ કરી હતી તે દરમિયાન પુના તરફથી પુરપાટ ઝડપે આવી રહેલી વાને મહિલાઓને અડફેટમાં લીધી હતી અને બાદમાં ડિવાઈડર ઓળંગીને વાન ચાલક વાન લઈ ફરાર થઈ ગયો હતો
અકસ્માત બાદ સ્થાનિક લોકો અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.