પુરી -સૂરત એક્સપ્રેસ ટ્રેન ને મોડી રાત્રે અકસ્માત નડ્યો હોવાના અહેવાલ છે.
જોકે,મોટી દુર્ઘટના થતા સહેજ માં રહી ગઈ હતી. પુરી-સૂરત એક્સપ્રેસ ટ્રન જ્યારે હાતીબારી અને માનેશ્વર રેલવે સ્ટેશન વચ્ચે પહોંચી ત્યારે જ ટ્રેનની સામે એક હાથી આવી ગયો હતો. હાથીની ટક્કર થતા ટ્રેન પાટા પરથી ઉતરી ગઇ હતી અને ટ્રેનનાં એન્જિનનાં છ પૈડા પાટા પરથી ઉતરી ગયા હોવાના અહેવાલ છે જોકે, આ દૂર્ધટનામાં કોઇપણ યાત્રીને ઇજા થયાના અહેવાલો નથી.
ઓડિશાનાં સંબલપુર ડિવિઝનમાં આજે સોમવારે વહેલી સવારે પુરી-સૂરત એક્સપ્રેસ ટ્રેની સામે એક હાથી આવી ગયો હતો પરિણામે પુરી-સૂરત એક્સપ્રેસનું એન્જિન પાટા પરથી ઉતરી ગયુ હતું. આ બનાવ હટિબારી અને માનેશ્વર રેલવે સ્ટેશન પર અડધી રાત્રે 2.04 વાગ્યે બન્યો હતો.
