પૂર્વ ક્રિકેટર સૌરવ ગાંગુલી ને છાતીમાં દુઃખાવો થતા હોસ્પિટલમાં ખસેડાયા છે જ્યાં એન્જીઓપ્લાસ્ટી શરૂ કરાઇ છે.પૂર્વ ક્રિકેટર સૌરવ ગાંગુલી ને માઇલ એટેક આવતા હોસ્પિટલમાં લઈ જવાયા હોવાના અહેવાલો છે,બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI)ના અધ્યક્ષ સૌરવ ગાંગુલી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગાંગુલી એ આજે શનિવારે છાતીમાં દુખાવાની ફરિયાદ કરતા તેઓ ને કોલકાતાના નર્સિંગ હોમમાં સારવાર માટે લઈ જવાયા છે જ્યાં એન્જીઓપ્લાસ્ટી કરાવવામાં આવી રહી હોવાના અપડેટ મળી રહ્યા છે.
