પૂર્વ મંત્રી ઓમ પ્રકાશ શ્રીવાસ્તવની પુત્રી પ્રતિભા શ્રીવાસ્તવ (50)નો મૃતદેહ ગોમતીનગરના વિપુલખંડ વિસ્તારમાં બાથરૂમમાં પડેલો મળી આવ્યો હતો.
પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી.
મૃતક પ્રતિભાના પિતા ઓમપ્રકાશ શ્રીવાસ્તવ 1991માં મુલાયમ સિંહ યાદવ સરકારમાં તબીબી શિક્ષણ મંત્રી હતા.
પિતાના અવસાન બાદથી પ્રતિભા ઘરમાં એકલી રહેતી હતી. રાજેન્દ્રએ જણાવ્યું કે તેની પત્નીએ બે દિવસ પહેલા પ્રતિભાને ફોન કર્યો હતો પરંતુ ફોન ઉપાડ્યો ન હતો પરંતુ તેઓએ ધ્યાન આપ્યું ન હતું.
બીજા દિવસે પણ કોલ કરવા છતાં ફોન ઉપાડવામાં ન આવતાં તેઓ તરતજ ગોમતીનગરના વિપુલખંડ સ્થિત ઘરે પહોંચ્યા અને ડોર બેલ વગાડવા છતાં પ્રતિભાએ લાંબા સમય સુધી દરવાજો ન ખૂલતાં આખરે દરવાજો તોડી અંદર તપાસ કરતા બાથરૂમમાં પ્રતિભાની લાશ શંકાસ્પદ હાલતમાં પડેલી મળી આવી હતી.
આશંકા છે કે પ્રતિભાનો મૃતદેહ બે દિવસથી બાથરૂમમાં પડ્યો હતો. રાજેન્દ્રએ તરત જ પોલીસને જાણ કરી. માહિતી મળતા પોલીસ પહોંચી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો. ગોમતીનગરના ઈન્ચાર્જ ઈન્સપેક્ટર દિનેશ ચંદ મિશ્રાના જણાવ્યા અનુસાર પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.