ભારત સરકારે 50 હજાર કરોડ રૂપિયાની વિશેષ યોજના હેઠળ દેશ અને દુનિયાભરમાં સ્માર્ટ ફોન ઉત્પાદકોને પ્રોત્સાહન આપીને ભારતમાં રોકાણ માટે આકર્ષિત કરતા તેના ફળ સ્વરૂપે ગૂગલે હાલમાં જ દેશમાં આગામી 5 વર્ષમાં 75 હજારનું રોકાણ કરવાની જાહેરાત કર્યા બાદ ફોક્સકોન સહિત અનેક કંપનીઓ રોકાણ કરવા ઇચ્છુક જેમાં હવે હોનહાઈ નામથી પ્રસિદ્ધ ફોક્સકોન અને વિસ્ટ્રોન પછી પેગાટ્રોન ઓન ભારત માં પોતાનો પ્લાન્ટ નાખશે.
પેગોટ્રોન આઈફોન માટે બીજી સૌથી મોટી એસેમ્બલિંગ કંપની છે. તેનો અડધો વેપાર એપલથી જ આવે છે. ચીનમાં કંપનીએ અનેક ફેક્ટરી ખોલી છે પણ ચીન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવને ધ્યાનમાં લઈ ભવિષ્ય માટે કંપની સુરક્ષિત જગ્યા શોધી રહી છે. હાલમાં ફોક્સકોન અને વિસ્ટ્રોન ભારતમાં આઈફોન બનાવી રહ્યાં છે.ત્યારે પેગોટ્રોન ભારત માં તેનો પ્રથમ એસેબીલિંગ પ્લાન્ટ સ્થાપવા વિચારી રહ્યું છે.
