ચાઈના એ ભારત ની સરહદે ઉપાડો લીધો છે અને લદ્દાખના દક્ષિણી પેંગોન્ગના વિવાદિત વિસ્તારમાં ચીને ઘૂસણખોરી કરતા ભારતીય સેના એ જબરદસ્ત ટક્કર આપીને ચીની સૈનિકો ને ખદેડી મુક્યાં હતા ત્યાં પર્વત ઉપર ભારતીય ફૌજે કબ્જો કરી ચીને લગાવેલા ઉપકરણો ઉખડી ફેંક્યા હતા.જોકે આ ઝપાઝપીમાં ફરી ભારતના એક જવાન શહીદ થયા હોવાની વાત સામે આવી છે અને એક જવાન ઘાયલ થયા છે. આ દાવો વિદેશી મીડિયા દ્વારા કરવામાં આવ્યો છે. રિપોર્ટ્સમાં જણાવ્યા પ્રામણે, આ જવાન મૂળ તિબેટીયન હતા અને સ્પેશિયલ ફ્રન્ટિયર ફોર્સ (SFF)માં તહેનાત હતા. 29-30 ઓગસ્ચની રાતે ચીનની નજીક 500 સૈનિકો એક પહાડી પર કબજો કરવાનો પ્રયત્ન કરતા હતા જેને ભારતીય સૈનિકોએ નિષ્ફળ બનાવ્યો હતો તે વખતે ભારતના સ્પેશિયલ ફ્રન્ટિયર ફોર્સના એક જવાન શહીદ અને એક જવાન ઘાયલ થયા હોવાની વિગતો ટાંકવામાં આવી છે. જોકે,ભારત દ્વારા આ વાત ને સત્તાવાર સમર્થન અપાયું નથી. હાલ
ચાઈના વારંવાર ભારત ના હિસ્સા ઉપર કબ્જો જમાવવાની કોશિશ કરી રહ્યું છે જેને ભારતીય જવાનો મક્કમતા થી જડબાતોડ જવાબ આપી રહ્યા છે.
