કેન્દ્ર અને રાજ્ય સરકારો માટે દુઝણી ગાય સમાન પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે અને જનતાએ મૂંગા મોઢે સહન કરવા સિવાય કોઈ રસ્તો રહ્યો નથી કોઈપણ વિરોધની કોઈ અસર સરકારને થતી નથી મોંઘવારી બેકાબુ બનતી જઇ રહી છે ત્યારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત બીજા દિવસે વધારો થતા લોકોમાં નારાજગી જોવા મળી રહી છે.
કેન્દ્ર અને રાજ્ય સરકારો માટે દુઝણી ગાય સમાન પેટ્રોલ અને ડીઝલના ભાવ
દિલ્હીમાં પેટ્રોલની કિંમત 97.01 રૂપિયા છે જ્યારે ડીઝલની કિંમત 88.27 રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત 111.67 રૂપિયા અને ડીઝલની કિંમત 95.85 રૂપિયા પ્રતિ લિટર છે.
દેશમાં સામાન્ય લોકોને સતત બીજા દિવસે મોંઘવારીનો આંચકો આપવાનું સરકારે ચાલુ રાખ્યું છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે બીજા દિવસે પણ વધારો થયો છે. આજે બુધવારે સવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 80 થી 85 પૈસાનો વધારો થયો છે. દિલ્હીમાં એક લિટર પેટ્રોલ 97.01 રૂપિયા પ્રતિ લિટર જ્યારે ડીઝલ 88.27 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયું છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત 111.67 રૂપિયા અને ડીઝલની કિંમત 95.85 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. કોલકાતામાં પેટ્રોલની કિંમત 106.34 રૂપિયા અને ડીઝલની કિંમત 91.42 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. તે જ સમયે, ચેન્નાઈમાં પણ પેટ્રોલ 102.91 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 92.95 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયું છે. જણાવી દઈએ કે સવારે નોકરી ઉપર જતા ઓછા પગાર વાળા નોકરિયાત વર્ગ,દૂધવાળા,ફેરિયા,સ્ટુડન્ટ વગરે આ ભાવો વધતા બાઇક ચલાવવાનું પણ અઘરું પડી રહ્યું છે અને સીએનજી ના ભાવો વધતા રીક્ષાના ભાડા પણ વધ્યા છે બીજી સેવાઓ પણ મોંઘી બનતા તેની સીધી અસર લોકોના ખિસ્સા ઉપર થઇ રહી છે, રોજગાર આપી નહિ શકતી સરકારે મોંઘવારી વધારવાનું ચાલુ રાખતા લોકો ત્રાસી ગયા છે.