કોરોના પ્રતિબંધોમાં છુટછાટ મળવાની સાથે જ મોટી સંખ્યામાં લોકો મનાલી ફરવા માટે પહોંચી રહ્યા છે. જેના પગલે ત્યાં કોરોના સંક્રમણ ફરી ફેલાવાની ચિંતા જાગી છે. લોકો કોરોના સંબંધિત ગાઇડલાઇનનું પાલન કરે અને માસ્ક પહેરે માટે મનાલીના સત્તાધીશો કડક નિયમો અને દંડની સાથે સાથે જેલમાં ધકેલી દેવાની જાહેરાત કરી છે.
હવે મનાલીના સ્થાનિક વહીવટી તંત્રણે મોટો નિર્ણય કર્યો છે કે, મનાલીમાં જો કોઈ વ્યક્તિ માસ્ક વગર પકડાશે તો તેને પાંચ હજાર રુપિયા દંડ અથવા તો આઠ દિવસની જેલની સજા થશે. હિમાચલ પ્રદેશમાં કોરોનાનુ જોર ઓછુ થયા બાદ સરકારે બહારથી લોકોને આવવાની પરવાનગી આપી છે.જેના પગલે હવે રોજ અન્ય રાજ્યોની 18 હજારથી થી 20 હજાર વાહનો દાખલ થઈ રહ્યા છે.
કોરોના મહામારીની બીજી લહેરનો પ્રકોપ ઘટ્યા બાદ વિવિધ રાજ્યોએ પ્રતિબંધોમાં છુટછાટ આપતા જ લોકો પહેલાની જેમ લાપરવાહ બનીને ફરવા લાગ્યા છે. જ્યારે બીજી બાજુ વૈજ્ઞાનિકોએ ટૂંક સમયમાં ભારતમાં કોરોના મહામારીની ત્રીજી લહેર આવવાની આશંકા વ્યક્ત કરી છે.
બહારના પર્યટકોના કારણે હિમાચલ પ્રદેશ પર કોરોનાનુ જોખમ તોળાઈ રહ્યુ છે. મનાલી અને સિમલામાં તો હોટલો ફુલ છે અને બજારોમાં પગ મુકવાની જગ્યા નથી.બજારોમાં એટલી હદે ભીડ છે કે, સોશિયલ ડિસ્ટન્સિંગના લીરે લીરા ઉડી રહ્યા છે.જેના પગલે મનાલીમાં હવે નવો નિયમ લાગુ કરાયો છે.