સલમાન ખાન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક અલગ વ્યક્તિત્વ ધરાવે છે અને દરેક ધર્મો નું સન્માન કરે છે.
સલમાનખાને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે તેની બહેન અર્પિતાના ઘરે ગણપતિ બાપ્પાની પૂજામાં હાજરી આપતો જોવા મળી રહ્યો છે અને ભગવાનની આરતી પણ કરતો જોવા મળી રહ્યો છે.
દર વર્ષની જેમ આ વખતે પણ સલમાન ગણેશ ચતુર્થીના દિવસે તેની બહેનના ઘરે ગયો હતો. અભિનેતાએ ગણેશ બાપ્પાની મુલાકાત લીધી અને તેની એક ક્લિપ ચાહકો સાથે શેર કરી. વીડિયોમાં જોઈ શકાય છે કે અર્પિતા અને આયુષના ઘરે પૂજામાં બોલિવૂડના કેટલાક અન્ય સેલેબ્સ પણ સામેલ થયા હતા.
જેમાં વિકી કૌશલ તેની પત્ની કેટરિના કૈફ સાથે જોડાયો હતો. તે જ સમયે, રિતેશ દેશમુખ, જેનેલિયા ડિસોઝા, સોહેલ ખાન સહિત ઘણા સ્ટાર્સ જોવા મળ્યા હતા.
સલમાન ખાને સો.મીડિયામાં ગણેશોત્સવના સેલિબ્રેશનનો વીડિયો પણ શૅર કર્યો હતો. આ વીડિયોમાં તે બાપ્પાની આરતી ઉતારતો જોવા મળ્યો હતો. પરિવારના સભ્યો તથા મિત્રો પણ હતા.
અર્પિતાએ આખા ઘરને ફૂલોથી ડેકોરેટ કર્યું હતું.