ઘણી વખત આપણે ફિલ્મો માં જોઈએ છે કે વિલન ની દાદાગીરી સામે પ્રામાણિક પોલીસ અધિકારી તેની હેકડી કાઢી નાખે ત્યારે આપણે તાળીઓ પાડીને આવા પોલીસ ઓફીસર પ્રત્યે માન અને ગર્વ કરીએ છીએ પરંતુ એવું હકીકત માં હોતું નથી તાજેતરમાં લખનઉ માં બહાર આવેલો આ કિસ્સો કઈક આવો જ છે.
લખનઉ પોલીસ કમિશનર સુજીત પાંડે એ જણાવ્યું કે લકઝરી કારો ની ચોરી કરી ચેસીસ નંબર બદલી એક વ્યવસ્થિત બે નંબર ના ધંધા નો પર્દાફાશ કરાયો છે જેમાં અંદાજે 5 કરોડ ની કિંમત ની બીએમડબલ્યુ,મર્સીડીસ જેવી 50 કાર કબ્જે લેવામાં આવી છે આ ચોર ટોળકી એક્સિડેન્ટ થયેલા વાહનો ને રીપેર કરી વેંચતા હોવાનો દેખાવ ઉભો કરી ચોરીના વાહનો વેંચતા હોવાની હકીકત બહાર આવી છે. આ વાહનો નેપાળ,યુપી,બિહાર,હરિયાણા સહિત અન્ય રાજ્યો માંથી ચોરી કરીને લવાતા હતા અને ચેસીસ બદલી કલર કરી વેચી દેવાતા હતા. આ પ્રકરણમાં કુલ 5 ઈસમો ની ધરપકડ કરવામાં આવી છે જેમાં ભોજપુરી ફિલ અભિનેતા નાસિર ને પણ ઝડપી લેવામાં આવ્યો છે જેણે ત્રણ ફિલ્મો માં પોલીસ અધિકારી નો રોલ કર્યો છે. આમ ફિલ્મો માં પોલીસ અને હકીકત માં ચોર હોવાનું સપાટી ઉપર આવ્યું છે.
