તૃણમૂલ કોંગ્રેસ ના નેતા સુવેંદુ અધિકારી એ મમતા સાથે છેડો ફાડી ભાજપ માં જોડાઈ ગયા હતા અને અમિત શાહ સાથે ફોટા પડાવ્યા હતા એટલું જ નહીં પણ આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ની પશ્ચિમ બંગાળ ખાતેની રેલીમાં જોડાયા હતાં. સુવેંદુ અધિકારીને સ્ટેજ પર અમિત શાહની બાજુમાં જ બેસાડવામાં આવ્યા હતા.મમતા બેનરજીના નજીક જ નહી પણ મમતા પછી પક્ષ માં જેઓ નો દબદબો હતો તેવા પ્રદેશના પરિવહન મંત્રી સુવેંદુ અધિકારીએ થોડા દિવસ પહેલા જ ટીએમસી સાથે છેડો ફાડ્યો હતો. અધિકારીના ભાઈ તેમજ અને પિતાજી પણ ટીએમસી માં સાંસદ છે. તે બંને ભાજપમાં શામેલ થઈ જશે તેવો માહોલ જોવા મળી રહ્યો છે, સાથેજ અન્ય 10 જેટલા ટીએમસીના ધારાસભ્યો ભાજપમાં શામેલ થઈ શકે છે આમ અમિત શાહ ની ખાસ મુલાકાત બાદ અહીં વર્ષો થી દબદબો ધરાવતા મમતા બેનર્જી ના ગઢ માં ગાબડા પડવાનું શરૂ થતાં અહીં હવે રાજકીય સમીકરણો બદલાશે તેમ મનાઈ રહ્યું છે.
