આખા દેશ માં કોરોના હહાકાર મચાવી રહ્યો હતો ત્યારે નેતાઓ બંગાળ માં ચૂંટણી અને રેલીઓ-સભાઓ ગજવતા હતા અને હજુપણ ચુંટણીઓ બાકી છે ત્યાંજ અહીં રાજકીય પાર્ટીઓ ની ભારે ભીડ ને કારણે કોરોના વકરતા હવે નેતાઓ પ્રચાર છોડી ભાગી રહ્યા છે.
બંગાળમાં હવે કોરોના વકર્યો છે અને કોરોના ના 11948 નવા કેસ અને 56 મોત ના મોત નોંધાતા ફફડી ઉઠેલા નેતાઓ રેલીઓ રદ કરી રહ્યા છે અહીં પીએમ મોદી એ રેલીઓ અને જાહેર સભાઓ રદ કર્યા બાદ હવે મમતા બેનર્જી એ પણ પોતાના ચૂંટણી કાર્યક્રમો રદ કર્યા છે.
પ. બંગાળમાં ગુરુવારે કોરોના વાયરસના સંક્રમણના કારણે એક જ દિવસમાં સૌથી વધારે 11948 નવા કેસ આવ્યા છે. આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા વધીને 7,00,904 થઈ છે. સ્વાસ્થ્ય વિભાગે આપેલી માહિતી મુજબ રાજ્યમાં આ સમયે કોરોનાના 56 દર્દીના મોત થતા કુલ મોત 10,766 થયા છે.
આમ બંગાળ માં રાજકીય પક્ષો દ્વારા કોરોના કાળ માં ઉપરા ઉપરી રેલીઓ -સભાઓ ને કારણે હવે કોરોના વકર્યો છે અને નેતાઓ હવે ધીમેધીમે સરકી રહ્યા છે.