બંગાળ માં પાંચમા તબક્કા ની ચૂંટણીઓ વચ્ચે હિંસાની ઘટનાઓ સામે આવી છે.
રાજ્યના ઉત્તર માં મિનાખાન બૂથ પર બોમ્બ ફેંકવામાં આવ્યો હતો આ સિવાય બધ્ધુમાન ઉત્તર વિધાનસભા ક્ષેત્રના સરાયટીકર અવૈતનિક પ્રાથમિક વિદ્યાલયના બૂથ નંબર 60, 61, 63 તથ 72 ઉપર પણ બબાલ થઈ હોવાના અહેવાલો છે.
હિંસાની આ ઘટનાને પગલે પશ્ચિમ બંગાળની રાજકીય પાર્ટીઓ એકબીજા ઉપર આક્ષેપો કરી રહ્યા છે. પશ્ચિમ બંગાળના મંત્રી અને TMCના ઉમેદવાર સુજીત બોઝે બૂથ નંબર 262 અને 272 પર હિંસાની ઘટના બની હોવાની જાણકારી આપી હતી. જેમાં ભાજપના સમર્થકા દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે આ ઘટના માં 2 લોકોને સામાન્ય ઈજા પહોંચી છે.
બંગાળ માં આજે મતદાન દરમિયાન છૂટી છવાઈ હિંસા ની ઘટનાઓ નોંધાતા પોલીસ ઘટના સ્થળે ધસી ગઈ હતી.
