પ.બંગાળમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે રાજકારણ પરાકાષ્ટા વટાવી રહ્યું છે અને અહીં ભાજપ અધ્યક્ષ નડ્ડાના કાફલા પર હુમલા પછી હવે બર્દવાનમાં એક ભાજપ સમર્થક સુખદેવ પ્રમાણિક નો મૃતદેહ શંકાસ્પદ હાલત માં તળાવ માંથી મળી આવતા હોબાળો મચી ગયો છે.
તૃણમૂલ સમર્થકો દ્વારા તેની હત્યા કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરાતા ભાજપ સમર્થકોએ દેખાવો શરૂ કરી દીધા હતા. આજે સોમવારે ભાજપ ના કાર્યકરો આ મામલે માર્ગો પર દેખાવ પણ કરશે. સુખદેવનો પરિવાર ભાજપ સમર્થક છે. બે દિવસ પહેલા તે ભાજપની રેલીમાં પણ ગયો હતો. અહીં ભાજપ અને તૃણમૂલના નેતાઓ વચ્ચે છેલ્લા દિવસો માં તણાવ વધી ગયો છે.
