ખેડૂતો દ્વારા અપાયેલા ભારતબંધ વચ્ચે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે અને આવતી કાલે છઠ્ઠા સ્તર ની મંત્રણા થાય તે પહેલાં જ ગૃહમંત્રી અમિત શાહે 7 વાગ્યે ખેડૂતોને મળવા માટે બોલાવ્યા હોવાની માહિતી સામે આવી છે. ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતે આ માહિતી આપી છે. ટિકૈતે કહ્યું હતું, અમે બધા સિંધુ બોર્ડર પર જઈ રહ્યા છે, ત્યાંથી ગૃહમંત્રી સાથેની મીટિંગ માટે જઈશું. શાહ પ્રથમ વખત સીધા જ ખેડૂતો સાથે વાત કરશે. બીજી તરફ, ખેડૂતોએ 4 કલાકના ચક્કાજામ પછી રસ્તાઓ પરથી હટવાનું શરૂ કરતા પરિસ્થિતિ થાળે પડી છે.
રાકેશ ટિકૈતે જણાવ્યું કે આ બેઠકમાં 14-15 ખેડૂત નેતાઓ સામેલ થઈ શકે છે. તેમણે કહ્યું કે, અમે અમારી માંગો પર હજુ પણ અડગ છીએ અને ગૃહમંત્રી સાથે એ જ મુદ્દાઓ પર વાત કરીશું. ખેડૂત નેતા રાકેશ ટિકૈતે આશા વ્યક્ત કરી કે ગૃહમંત્રી સાથે વાતચીતમાં સકારાત્મક ઉકેલ આવશે
