દેશ ના પ્રધાનમંત્રી મોદી બાંગ્લા દેશ માં ગયા તે વખતે ત્યાંના કટ્ટરવાદીઓ એ જે કટ્ટરતા બતાવી છે તે જોઈને આખી દુનિયા સ્તબ્ધ થઈ ગઈ અહીં 26 મી ના રોજ શુક્રવારે નમાઝ પછી લગભગ 500 લોકોએ ઢાકાની બૈતુલ મોકાર્રમ મસ્જિદની બહાર રસ્તા પર કૂચ કરી ને જે રીતે ભારતવિરોધી નારા લગાવી રહ્યા હતા તે દ્રષ્યો બતાવે છે કે બાંગ્લાદેશ ને પાકિસ્તાન થીઆઝાદી અપાવનાર ભારત નો મોટો ઉપકાર આ કટ્ટર લોકો ભૂલી ગયા હતા અને તેજ ભારત વિરોધી નારા લગાવતા હતા આ કટ્ટરવાદીઓ હિફાજત-એ-ઈસ્લામ નામના સંગઠન સાથે જોડાયેલા હોવાની વાત સામે આવી છે.કંઈક આવા જ દેખાવો ચટગાંવ અને બ્રાહ્મણબરિયામાં પણ થયા હતા.
આટલું ઓછું હોય તેમ બાંગ્લાદેશના ડાબેરી સ્ટુડન્ટ યુનિયનના વર્કર્સે ઢાકા યુનિવર્સિટીની બહાર ભારત ના પીએમ ના વિરોધમાં કૂચ કરી હતી. આ સ્ટુડન્ટ્સે બાંગ્લાદેશના વડાપ્રધાન વિરુદ્ધ પણ નારેબાજી કરી હતી. જો કે હિંસક પ્રવૃતિઓમાં સામેલ હોવાનો મોટાભાગે આરોપ મુસ્લિમ સંગઠનો પર જ છે.
મોદીના પ્રવાસના વિરોધમાં હિફાજત એ ઈસ્લામે રવિવારે બંધનું એલાન કર્યુ. આ દરમિયાન પણ બાંગ્લાદેશના અનેક શહેરોમાં દેખાવો થયા. આ દેખાવોમાં એક ડઝન લોકોનાં મોત થયા હતા.
બાંગ્લાદેશની કમિટી ટુ પ્રોટેક્ટ જર્નાલિઝમના અનુસાર દેખાવો નું રિપોર્ટિંગ કરતી વખતે ઓછામાં ઓછા 17 પત્રકારો પણ ઘાયલ થયા હતા. દેખાવો દરમિયાન કટ્ટર ઈસ્લામિક સંગઠનોએ હિન્દુ મંદિરો પર પણ હુમલા કર્યા. રવિવારે પૂર્વ બાંગ્લાદેશમાં એક ટ્રેનને પણ આગ ચાંપી હતી.
બાંગ્લાદેશી અખબાર ધ ડેઈલી સ્ટારના અનુસાર દેખાવકારોએ ઓછામાં ઓછા ચાર પોલીસ સ્ટેશનો, એક ડઝનથી વધુ બસોમાં તોડફોડ કરીને તેમાં આગ લગાવી દીધી. એક મંદિરમાં તોડફોડ કરવામાં આવી. જ્યારે એક ટ્રેન પર પણ દેખાવકારોએ હુમલો કરી દીધો. દેખાવકારોએ એન્જિન રૂમ અને લગભગ દરેક કોચને બરબાદ કરી નાખ્યા. દેશભરમાં થયેલા વિરોધ પ્રદર્શનો વખતે થયેલી હિંસામાં ઓછામાં ઓછા 500 લોકો ઘાયલ થયા.
કટ્ટરપંથી મુસ્લિમ દેખાવકારોનો આરોપ છે કે મોદી લઘુમતી મુસ્લિમો સાથે ભેદભાવ કરતા રહ્યા છે. વિરોધ કરનારા એનઆરસી, સીએએ અને ગુજરાતના તોફાનોનો હવાલો આપી રહ્યા છે. તેઓ કહે છે કે મુજીબ-ઉર-રહેમાને એક ઘર્મનિરપેક્ષ રાષ્ટ્રની પરિકલ્પના કરી હતી. એવામાં તેમના જન્મશતાબ્દી સમારોહમાં મોદીને બોલાવવાની જરૂર નહોતી.
સોમવારે ગુપ્તચર એજન્સીઓએ દાવો કર્યો કે આ હિંસા વિરોધના પરિણામે નહોતી પરંતુ તેના માટે ષડયંત્ર રચાયું હતું. તેની પાછળ પ્રતિબંધિત સંગઠન જમાત એ ઈસ્લામીનો હાથ હતો
આમ ભારતે બાંગ્લાદેશ ને કરેલી મદદ આ કટ્ટરવાદીઓ ભૂલી ગયા હતા અને જે રીતે પાકિસ્તાનીઓ વિરોધ કરે છે તેવો જ વિરોધ આ બાંગ્લાદેશ ના કટ્ટરવાદીઓ એ કરી તેઓની ઔકાત બતાવી છે.