જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ પ્રથમવાર
3888 મીટરની ઉંચાઈ પર સ્થિત બાબા અમરનાથની 43 દિવસની આ લાંબી યાત્રા બે વર્ષ યોજાઈ રહી છે ત્યારે આ યાત્રા પર સ્ટીકી બોમ્બનો ખતરો હોવાના ઇનપુટ મળતા સુરક્ષા મજબૂત બનાવવામાં આવી છે.
માનવામાં આવે છે કે ડ્રોન વડે અને સ્ટીકી બોમ્બનો થતો હુમલો
જે મિનિટોમાં તબાહી મચાવી શકે છે જેને હવામાંજ તોડી પાડવા તંત્ર એલર્ટ છે.
30 જૂનથી 11 ઓગસ્ટ સુધી ચાલનારી અમરનાથ યાત્રા માટે અત્યાર સુધીમાં 3 લાખથી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.
આ યાત્રા બે વર્ષ પછી થઈ રહી છે, જેથી તમામ જૂના રેકોર્ડ તોડીને શ્રદ્ધાળુઓની સંખ્યા 8 લાખ સુધી પહોંચી શકે છે.
અમરનાથ યાત્રામાં પ્રથમ વખત કેન્દ્રની 350 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. આમાં સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (CAPF)ના 40 હજારથી વધુ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.
યાત્રા ત્રણ સ્તરની સુરક્ષામાં આવરી લેવામાં આવશે.
CAPF અને જમ્મુ અને કાશ્મીર પોલીસે રોડ ઓપનિંગ પાર્ટી (ROP) માટે સંયુક્ત તૈયારીઓ કરી છે.
ઉંચી ટેકરીઓ અને ગાઢ જંગલોને સુરક્ષિત રાખવાની જવાબદારી સેનાની છે. તમામ લિંક રોડ પણ સંપૂર્ણપણે સુરક્ષિત રહેશે.
ડ્રોન સીસીટીવી કેમેરા દ્વારા યાત્રા પર નજર રાખી રહ્યા છે. તે જ સમયે, અમે જરૂરી સ્થળોએ શાર્પ શૂટર્સ અને સ્નાઈપર્સ પણ તૈનાત કર્યા છે.
NDRF, UTSDRF અને MRT ને પણ ગંભીર સ્થળોએ તૈનાત કરવામાં આવ્યા છે. મુસાફરીમાં જોડાતા વાહનો અને મુસાફરો માટે RFID ટેગ આપવામાં આવ્યા છે. જમ્મુ-કાશ્મીર પોલીસ ઉપરાંત કેન્દ્રીય દળોની 350 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે.
જે કોઈપણ હુમલાનો સક્ષમ જવાબ આપવા તૈયાર છે.