ભારતમાં કોરોના નીઆયુર્વેદિક દવા શોધી કાઢી હોવાનો દાવો કરી માત્ર 600 માં કોરોના ની દવા માર્કેટ માં વેચવાની જાહેરાત કરીને સનસનાટી મચાવી દેનાર બાબા રામદેવ ને આ દવા ની જાહેરાત નહિ કરવા મોદી સરકારે કડક આદેશ આપતા બાબા ડઘાઈ ગયા હતા.
બાબા એ દાવો કર્યો હતો કે, તેમની કોરોનિલ નામની દવાથી માત્ર 7 જ દિવસની અંદર કોરોનાના પીડિતો 100 ટકા સાજા થઈ ગયા છે. તેમનો એવો પણ દાવો હતો કે, કોરોનિલ દવાનો રિકવરી રેટ પણ 100 ટકા છે અને ડેથ રેટ પણ ઝીરો ટકા છે. જોકે ભારત સરકાર અંતર્ગત આવતા આયુષ મંત્રાલયે યોગ ગુરૂના દાવાને ફગાવી દીધો છે.
પતંજલિની કોરોના ક્યોરનો દાવો કરનારી દવા ‘કોરોનિલ’મે લઈને ICMR અને આયુષ મંત્રાલયે હાથ પાછા ખેંચી લીધા છે. યોગ ગુરૂ બાબા રામદેવના કોરોના વાયરસના મારણની દવાઓ પર આયુષ મંત્રાલય અને ICMR એક બીજા પર ઢોળ્યા હતાં. આયુષ મંત્રાલયે કહ્યું હતું કે, આ મામલે ICMRના અધિકારીઓ જ સાચી જાણકારી આપી શકે છે. જ્યારે ICMRના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આયુર્વેદિક દવા સંબંધિત તમામ જવાબદારી આયુષ મંત્રાલયની છે, જોકે આખરે આયુષ મંત્રાલયે આ મામલે સંજ્ઞાન લીધું હતું. આયુષ મંત્રાલયે પતંજલિને કહ્યું છે કે, આ દવાનો પ્રચાર તત્કાળ અસરથી બંધ કરી દેવામાં આવે. સરકારે કહ્યું છે કે, હજી સુધી પતંજલિના કોરોના વાયરસના મારણની દવાના દાવાની વૈજ્ઞાનિક તપાસ નથી થઈ અને આ મામલે કોઈ જાણકારી પણ નથી, માટે હાલ તત્કાળ અર્થે આ દવાનો પ્રચાર બંધ કરવામાં આવે.
આમ બાબા રામદેવ અને તેમની કંપની પતંજલિ દ્વારા કોરોના વાયરસના મારણનો દાવો કરતી દવા રંગેચંગે બહાર પાડ્યાને હજી તો 5 કલાક પણ નથી થયા ને મોદી સરકારે તેના પ્રચાર-પ્રસાર પર પ્રતિબંધ લગાવી દેતા બાબા ની છાવણી માં સન્નાટો છવાઈ ગયો છે. બાકી આ જાહેરાત બાદ લોકો માં એક નવી આશા નો સંચાર થયો હતો પરંતુ દવા લોકો સુધી પહોચે તે પહેલાજ સુરસૂરીયું થઇ જવા પામ્યું હતું.
