દેશમાં ફરી એકવાર કોરોના વાયરસના વધતા કેસોએ ચિંતા વધારી દીધી છે. છેલ્લા કેટલાક દિવસોથી ફિલ્મ જગતના ઘણા સ્ટાર્સ પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે.
હવે બિગ બોસ 14 ફેમ નિક્કી તંબોલીએ પોસ્ટ શેર કરીને કોરોના પોઝિટિવ હોવાની માહિતી આપી છે. તેણે લોકોને કોવિડ પ્રોટોકોલનું પાલન કરવા અને માસ્ક પહેરવાની અપીલ કરી છે.
ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ શેર કરતા નિક્કી તંબોલીએ લખ્યું, ‘મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મને કોવિડ 19 ના ગંભીર લક્ષણો છે. મેં મારી જાતને ક્વોરેન્ટાઇન કરી છે અને તેની સાથે તમામ સાવચેતી રાખી રહી છું.
છેલ્લા કેટલાક દિવસોમાં જે લોકો મને મળ્યા મારા સંપર્કમાં આવ્યા છે, હું તે તમામને વિનંતી કરું છું કે તેઓ વહેલી તકે તેમનો ટેસ્ટ કરાવે.
આ સાથે, લોકોને અપીલ છે કે તમામ માસ્ક પહેરે અને સુરક્ષિત રહે.