ખરાબ હવામાનના કારણે બિહારના સીએમ નીતિશ કુમારના હેલિકોપ્ટરનું ગયામાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી રાજ્યમાં દુષ્કાળની સ્થિતિનો તાગ મેળવવા નીકળ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે નીતીશ જહાનાબાદ, અરવાલ સહિત અનેક જિલ્લાના હવાઈ પ્રવાસ માટે રવાના થયા હતા.
આ દરમિયાન ખરાબ હવામાનના કારણે તેમના હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. હકીકતમાં બિહારમાં ઓછા વરસાદને કારણે ઘણા જિલ્લાઓમાં ખેડૂતોનો પાક બરબાદ થયો છે. જેના કારણે સીએમ નીતીશ દુષ્કાળની સ્થિતિની સમીક્ષા કરવા જઈ રહ્યા હતા.
સીએમ નીતીશ ગયામાં ઉતર્યા બાદ જિલ્લા વહીવટીતંત્ર એક્શનમાં આવી ગયું. હવે સીએમ રોડ માર્ગે પટના પરત ફરી શકે છે. ગયાના ડીએમ ડૉ. ત્યાગરાજને જણાવ્યું કે ખરાબ હવામાનને કારણે સીએમનું હેલિકોપ્ટર ગયામાં લેન્ડ કરવામાં આવ્યું છે. સીએમ નીતિશ સાથે બિહારના મુખ્ય સચિવ અમીર સુભાની પણ હાજર છે.