બિહાર માટે રાજ્કીય દ્રષ્ટિએ આજનો દિવસ મહત્વ નો બની રહેશે આજે સવારે બિહાર ના પટના માં 10.30 ભાજપના નવા ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠક ઉપરાંત 12 :30 વાગ્યે પણ બીજી બેઠક છે આ બેઠકમાં રાજનાથ સિંહ પણ હાજર રહેશે.
આ બેઠકમાં એ પણ નક્કી થશે કે ડેપ્યુટી સીએમ કોણ બનશે. અહીં પાર્ટીના વરિષ્ઠ નેતા અને ડેપ્યુટી સીએમ સુશીલ મોદી સાથે પણ ચર્ચા ચાલી રહી છે.ભાજપના ધારાસભ્યોની બેઠક પછી તરત જ બપોરે 12.30 વાગ્યે એનડીએના નવા ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠક છે. જેમાં ભાજપ, જેડીયુ, વીઆઇપી અને હમના ધારાસભ્યો હાજર રહેશે. આ બેઠકમાં એનડીએના તમામ 125 ધારાસભ્યોને બોલાવાયા છે.
13 નવેમ્બરના રોજ, સરકારની રચના અંગે પ્રશ્નો પૂછ્યા પછી, નીતીશ કુમારે કહ્યું સરકાર રચવાના તમામ નિર્ણયો 15 નવેમ્બરની બેઠકમાં લેવામાં આવશે. એનડીએના ધારાસભ્યોની આ બેઠકમાં નીતિશ કુમારને વિધિવત રીતે વિધાયક દળના નેતા તરીકે ચૂંટવામાં આવનાર છે.
નીતિશ કુમારે શુક્રવારે રાજ્યપાલ ફાગુ ચૌહાણને પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું. રાજ્યપાલે બિહાર વિધાનસભા પણ ભંગ કરી દીધી છે. આ સાથે બિહારમાં નવી સરકારની રચના માટે ચહલપહલ શરૂ થઈ છે.આમ આજે ઘણા બધા નિર્ણય લેવાય તેવી શકયતા વચ્ચે રાજકીય માહોલ ગરમાયો છે.
