દેશ માં આજનો દિવસ ખુબજ મહત્વ નો છે ગુજરાત સહિત બિહાર વિધાનસભાની ચૂંટણીના પરિણામો પણ જાહેર થવાના છે ત્યારે સમગ્ર દેશમાં ભારે ઉસ્તુકતા નો માહોલ છે. ત્રણ તબક્કામાં યોજાયેલી ચૂંટણીઓ બાદ કુલ 243 બેઠકો ઉપર ઉમેદવારી કરનારા 3755 લોકોનું ભાવિ આજે નક્કી થશે. બહુમત માટે 122 બેઠકો જોઈએ છે અને ત્યાં સુધી કયો પક્ષ કે કયું ગઠબંધન પહોંચે છે તે આજે સ્પષ્ટ થશે. મતગણતરી શરૂ અને બપોરે 12 વાગ્યા સુધીમાં બહુમતીના રૂઝાન આવી જાય તેવી શક્યતાઓ છે. વાસ્તવિક સ્થિતિ સ્પષ્ટ થવામાં મોડી રાત થવાની પણ શક્યતાઓને નકારી શકાય તેમ નથી આમ ગુજરાત સહિત બિહાર માં પણ આગામી પરિણામો ઉપર સૌ ની નજર મંડાઈ છે.
