બિહાર માં ચુંટણીઓ નો પ્રચાર કાર્ય પુરજોશ માં શરૂ થયું છે અને પીએમ મોદીએ આજથી પ્રચાર શરૂ કરતા રાહુલ ગાંધી એ વળતો પ્રહાર ચાલુ કર્યો છે અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ બિહાર વિધાનસભા ચૂંટણીમાં તેમની પ્રથમ રેલીને સંબોધન કરતા પહેલા ટ્વીટ કર્યું હતું. રાહુલે પોતાની ટ્વિટમાં લખ્યું, “તમારા દાવામાં બિહારનું મોસમ ગુલાબી છે.” કોરોના હોય કે બેકારી, ખોટા આંકડાઓથી આખું રાષ્ટ્ર પરેશાન છે. આજે હું બિહારમાં તમારી વચ્ચે રહીશ. આવો, આ જૂઠાણા અને કુશાસનથી છૂટકારો મેળવીએ.
આમ હવે મોદીજી અને રાહુલ હવે બિહાર માં સામસામે આવી જતા અહીં નો રાજકીય માહોલ ગરમાયો છે.
