બિહાર ચૂંટણી ના આશ્ચર્ય જનક પરિણામો જોવા મળી રહયા છે અને સવારે 9 વાગે મહાગઠબંધનનેન120 સીટો મળી ચૂકી હતી અને NDA 90+ સીટ પર હતી પણ 10 વાગતા સુધી માં જાણે જાદુ થયો હોય તેમ ચિત્ર બદલાઈ ગયુ અને NDA વધીને 119 પહોંચી ગઈ અને મહાગઠબંધન ઘટીને 116 પર આવી ગયુ છે.
ત્રણ તબક્કામાં યોજાયેલી ચૂંટણીમાં 7.34 કરોડ મતદાતામાંથી 57.05%એ મતદાન કર્યું. 2015માં 56.66% મતદાન થયું હતું. આ વખતે 3,733 ઉમેદવાર મેદાનમાં છે, જેમાંથી 3,362 પુરુષ, 370 મહિલાઓ અને 1 ટ્રાન્સજેન્ડર છે
લાલુ યાદવના બંને દીકરા તેજસ્વી અને તેજ પ્રતાપ બંન્ને આગળ ચાલી રહ્યા છે.
મધેપુરાથી ઉમેદવાર પપ્પૂ યાદવ ત્રીજા નંબરે ચાલી રહ્યા છે.
બિહારીગંજ સીટથી શરદ યાદવની દીકરી સુભાષિની બીજા નંબરે ચાલી રહ્યા છે. અહીંથી જેડીયુના નિરંજન મેહતા આગળ છે.
બાંકીપુરથી શત્રુઘ્ન સિન્હાના દીકરા લવ આગળ ચાલી રહ્યા છે.
LJP 7 સીટથી આગળ હોવાની વિગતો સામે આવી છે. આમ સતત બદલાતી સ્થિતિ વચ્ચે શુ થશે તે કહેવું મુશ્કેલ છે.
