દેશ ની જનતા ની નજર આજે ગુજરાત અને બિહાર ની ચૂંટણી ના પરિણામો ઉપર છે હાલ મતગણતરી ચાલી રહી છે. રૂઝાનમાં મહાગઠબંધન 80 અને NDA 54 બેઠકો પર આગળ છે. તેજસ્વી-તેજપ્રતાપ, લવ સિન્હા અને જીતનરામ માંઝી આગળ છે. મધેપુરાથી પપ્પૂ યાદવ પાછળ ચાલી રહ્યાં હોવાના અહેવાલ છે.
ત્રણ તબક્કામાં યોજાયેલી ચૂંટણીમાં 7.34 કરોડ મતદાતામાંથી 57.05%એ મતદાન કર્યું. આ વખતે 3,733 ઉમેદવાર મેદાનમાં છે, જેમાંથી 3,362 પુરુષ, 370 મહિલાઓ અને 1 ટ્રાન્સજેન્ડર છે.
5 હોટ સીટ સીટ કોના-કોના વચ્ચે રૂઝાનમાં સ્થિતિ રાધોપુર તેજસ્વી યાદવ(RJD) Vs સતીશ યાદવ(ભાજપ) તેજસ્વી આગળ છે. હસનપુર તેજ પ્રતાપ યાદવ(RJD) Vs રાજકુમાર રાય(JDU) તેજપ્રતાપ આગળ બાંકીપુર લવ સિન્હા(કોંગ્રેસ) Vs પુષ્મ પ્રિયા ચૌધરી(પ્લૂરલ્સ) Vs નીતિન નવીન (ભાજપ) લવસિન્હા આગળ ચાલી રહ્યા છે.ગુજરાતની 8 બેઠક અને મધ્યપ્રદેશ સહિત 10 રાજ્યની 54 બેઠકોની પેટાચૂંટણીનાં પરિણામ આજે બપોરે 3 વાગ્યા સુધી માં સ્પષ્ટ થઈ જશે. મોટા ભાગની નજર મધ્યપ્રદેશની 28 બેઠક પર છે. સત્તામાં જળવાઈ રહે એ માટે તેણે 8 બેઠક જીતવી જરૂરી છે.
