બિહાર માં પીએમ મોદીએ આજથી ચૂંટણી પ્રચાર નો પ્રારંભ કરી દીધો છે અને સાસારામમાં બિહાર ચૂંટણીની પોતાની પ્રથમ સભાને સંબોધન કર્યું હતું તેઓ એ જણાવ્યુ કે ગમેતેવી મહામારી માં પણબિહારના લોકો ક્યારેય મુંઝાતા નથી ,બિહારમાં ફરી એક વખત એનડીએ સરકાર બનવા જઈ રહી છે.
મોદીજી એ સ્વ. રામવિલાસ પાસવાન ને શ્રદ્ધાંજલિ આપી હતી , રઘુવંશ પ્રસાદ સિંહને પણ શ્રદ્ધાંજલિ આપ્યા બાદ કહ્યું કે હું બિહારના લોકોને અભિનંદન આપવા માગું છું કે અહીંના લોકો આટલી મોટી બીમારી સામે લડ્યા છે.
કોરોનાથી બચવા માટે જે ઝડપી નિર્ણયો લેવામાં આવ્યા, જે રીતે સરકારે કામ કર્યું, તેનાં પરિણામો આજે દેખાઈ રહ્યાં છે.
દેશની સુરક્ષામાં પણ બિહારના લોકો સૌથી આગળ રહ્યા છે. પુલવામા હુમલામાં બિહારના જવાન શહીદ થયા, હું તેમનાં ચરણોમાં મસ્તક ઝુકાવું છું. બિહાર ઝડપથી આગળ વધી રહ્યું છે. હવે રાજ્યને કોઈ બીમાર ન કહી શકે. અંધારામાંથી અજવાળા તરફ આગળ વધનારું કહેવામાં આવે છે. ક્યારેક સૂરજને ડૂબવાનો અર્થ થાય છે કે દિવસની તમામ ગતિવિધિઓ પૂરી થઈ ગઈ હોવાનું જણાવી ચૂંટણીલક્ષી વાતો કરી હતી. બિહારમાં વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર પુરજોશમાં શરૂ થયો છે. ત્યારે પીએમ મોદી આજે બિહારમાં ત્રણ રેલીને સંબોધિત કરશે. પીએમ મોદી સાસારામ, ગયા અને ભાગલપુરમાં રેલી સંબોધિત કરશે. તેમની સાથે સીએમ નીતિશ કુમાર હાજર રહેશે. તો બીજી તરફ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી નવાદા અને ભાગલપુરમાં ચૂંટણી સભા સંબોધશે. રાહુલ ગાંધી સાથે આરજેડી નેતા અને પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન તેજસ્વી યાદવ હાજર રહેશે આમ હવે ચૂંટણીલક્ષી માહોલ જામ્યો છે.
