બિહાર ની વાત કઈક અલગ છે અહીં સારા નેતાઓ ને કોઈ પૂછતું પણ નથી પણ ગુંડાઓ ને લોકો પસંદ કરે છે. અહીં એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ તથા બિહાર ઇલેક્શન વૉચના રિપોર્ટમાં ખુલાસો થયો છે તે મુજબ સાફ છબિવાળા ઉમેદવારોની તુલનાએ ગુનાઇત છબિવાળા નેતાઓની જીતનો આંકડો ત્રણ ગણો વધુ છે. બિહારમાં સાફ છબિ સાથે ચૂંટણી જીતવાની શક્યતા માત્ર 5 ટકા જ્યારે ગુનાઇત કેસો સાથે ચૂંટણી જીતવાની શક્યતા 15 ટકા સુધીની હોવાની વાસ્તવિકતા બહાર આવી છે. એડીઆર,ઇલેક્શન વૉચે લોકસભા તથા વિધાનસભા ચૂંટણીઓમાં સાંસદો, ધારાસભ્યો તથા ઉમેદવારોના નાણાકીય તથા ગુનાઇત કેસોનું વિશ્લેષણ કર્યા બાદ આ માહિતી સામે આવી છે. જે રીપોર્ટ છે તેમાં પાછળ ના વર્ષો નો પણ સર્વે છે.
રિપોર્ટ 2005, 2010, 2015ની વિધાનસભા તથા 2009, 2014, 2019ની લોકસભા ચૂંટણીઓ તથા પેટાચૂંટણીઓ અગાઉ ઉમેદવારો દ્વારા રજૂ કરાયેલી એફિડેવિટ પર આધારિત છે. નવાઈ ની વાત એ છે કે 2005થી ચૂંટણી લડનારી 779માંથી 151 (19 ટકા) મહિલા ઉમેદવારોએ તેમની સામેના ગંભીર ગુનાઇત તથા 94એ (12 ટકા) ગુનાઇત કેસો જાહેર કર્યા છે. 10,006માંથી 3,079 (31 ટકા) પુરુષ ઉમેદવારોએ તેમની સામેના ગુનાઇત તથા 2,110એ (21 ટકા) ગંભીર ગુનાઇત કેસો જાહેર કર્યા છે. 2005થી ચૂંટણી જીતનારી 90માંથી 30 (33 ટકા) મહિલા સાંસદો, ધારાસભ્યોએ તેમની સામેના ગુનાઇત તથા 18એ (20 ટકા) ગંભીર ગુનાઇત કેસ જાહેર કર્યા છે. આમ અહીં ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકો ની બોલબાલા સામે આવી છે ત્યારે બિહાર ના રાજકારણ અંગે લોકો વિચારતા થઈ ગયા છે.
